કહેવત
. *કહેવતો* (૧) ખેડૂત ખળામાં ડાહ્યો (૨) મોલ અને સગાંના નેંબડે વખાણ (૩) ઝાઝી સુયાણીએ વેતર વણસે (૪) મારગમાં હગવુ ને ડોળે બિવરાવવા (૫) ગજા વગરની ગરામડી ને સાંતલપુર થી વેર (૬) બોલે તેના બોર વેચાય (૭) રામ રાખે તેને કોણ ચાખે (૮) જાન ભૂસી જઈ પણ શરમ રઈ (૯) આખી રાત રવડી તોય ન આવી ધરવડી (૧૦) ભલું ગામ ભદ્રાડા ને ભુલા પડયો બે સઈ,વાલો પુછે વીરાને આ કયું ગામ ભઈ (૧૧) દસાડુ દફતરમાં નહી (૧૨) સાંતલપુરની શેરીએ જુત્યા બે જબરાણ, માલો વટ મેલે નહીં ને સાંખે નહીં સગરામ. (૧૩) ધૂળ ગામ ધનોરુ,સામા મળ્યા બે સઈ; કાનો પૂછે પરમાને, અલ્યા રોઢા વેળા થઈ. (૧૪) સાપ ગયા અને લિસોટા રહી ગયા (૧૫) નેયણી થી નખ લેવાય માથા ના વઢાય (૧૬) ઉજ્જડ. ગામમાં. એરંડો. પ્રધાન (૧૭) માંદી ભેંસ ને ઈતરડી ઝાઝી (૧૮) દુબળી ગાય ને બગાઈઓ ઘણી (૧૯) સુથારનું ચિત્ત બાવળિયાએ. (૨૦) મારૂ મારા બાપનું ને તારામાં મારો ભાગ (૨૧) સહિયારી સાસુ ને ઉકેડે મોકાણ (૨૨) ડાઈ હાહરે ના જાય ને ગાંડીને શિખામણ આપે (૨૩) માલ ખાય મરિયમને માર ખાય ફાતમા. (૨૪) ગરજ સરી ને વૈધ વેરી. (૨૫) બોડી ને ત્યાં વળી કાસકી કેવી (૨૬) નવ બોલ્યામાં નવ ગુણ (૨૭) પેપર ફૂટ્યા ને પરીક્ષામાં પાસ (...