Posts

Showing posts with the label કુંભ મેળો ભાગ -1

કુંભ મેળો ભાગ -1

નમસ્કાર..🙏🙏  *(કુંભ મેળો ભાગ -1)*  કુંભ મેળો એ માત્ર ધાર્મિક મહોત્સવ જ નથી, દાનવો પર નો દેવોના વિજયનો ઉત્સવ અને ઈતિહાસ બન્ને સમાયેલા છે. તદુપરાંત જ્યોતિષશાસ્ત્રાનુસાર ગ્રહ ગુરુનો એક વિશેષ ઉપચાર અને ઉપહાર.  ભારતમાં ચાર સ્થળે, અલગ અલગ રીતે, બાર વર્ષના સમય પર કુંભ મહોત્સવ અથવા મેળો, ઉજવાય છે. સૌ પ્રથમ કુંભ વિશેનું માહ્તમ્ય, અને ઈતિહાસ વિશે જાણીએ, આ અંગે કુલ ત્રણ જેટલા સત્ય પ્રસંગ છે. (1) દુર્વાસા મૂનિના શાપના કારણે ઈંદ્ર તથા અન્ય દેવતા અશકત થઈ ગયા હતાં, આનો લાભ ઉઠાવીને દૈત્યોએ દેવો પર આક્રમણ દેવોને પરાજિત કરે છે. આથી દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે જાય છે, સહસ્ર શેષ શૈયાએ બીરાજમાન ભગવાન વિષ્ણુએ દેવોને ક્ષીરસાગરનું મંથન કરી અમૃત પ્રાપ્ત કરવાનું કહ્યુ, દેવતાઓ દૈત્યો સાથે સંધિ કરી, અને એક થઈ ક્ષીરસાગરના મંથનમાં લાગી પડયા. અને મંથનમાંથી 14 મૂલ્યવાન વિશેષ રત્નો પ્રાપ્ત થાય છે, (આ તેર રત્નો કયા તે ફરી ક્યારેક ચર્ચા કરીશું અત્યારે ફક્ત ચૌદ માં રત્ન અમૃત ની વાત કરીએ) એટલે.તેમાંથી એક અમૃત કળશ (કુંભ) નીકળે છે, જે ઈંદ્રનો દિકરો જયંત લઈને આકાશમાં ઊડી જાય છે, બુદ્ધિના બળદીયા દ...