કુંભ મેળો ભાગ -1
નમસ્કાર..🙏🙏
*(કુંભ મેળો ભાગ -1)*
કુંભ મેળો એ માત્ર ધાર્મિક મહોત્સવ જ નથી, દાનવો પર નો દેવોના વિજયનો ઉત્સવ અને ઈતિહાસ બન્ને સમાયેલા છે. તદુપરાંત જ્યોતિષશાસ્ત્રાનુસાર ગ્રહ ગુરુનો એક વિશેષ ઉપચાર અને ઉપહાર.
ભારતમાં ચાર સ્થળે, અલગ અલગ રીતે, બાર વર્ષના સમય પર કુંભ મહોત્સવ અથવા મેળો, ઉજવાય છે. સૌ પ્રથમ કુંભ વિશેનું માહ્તમ્ય, અને ઈતિહાસ વિશે જાણીએ, આ અંગે કુલ ત્રણ જેટલા સત્ય પ્રસંગ છે. (1) દુર્વાસા મૂનિના શાપના કારણે ઈંદ્ર તથા અન્ય દેવતા અશકત થઈ ગયા હતાં, આનો લાભ ઉઠાવીને દૈત્યોએ દેવો પર આક્રમણ દેવોને પરાજિત કરે છે. આથી દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે જાય છે, સહસ્ર શેષ શૈયાએ બીરાજમાન ભગવાન વિષ્ણુએ દેવોને ક્ષીરસાગરનું મંથન કરી અમૃત પ્રાપ્ત કરવાનું કહ્યુ, દેવતાઓ દૈત્યો સાથે સંધિ કરી, અને એક થઈ ક્ષીરસાગરના મંથનમાં લાગી પડયા. અને મંથનમાંથી 14 મૂલ્યવાન વિશેષ રત્નો પ્રાપ્ત થાય છે, (આ તેર રત્નો કયા તે ફરી ક્યારેક ચર્ચા કરીશું અત્યારે ફક્ત ચૌદ માં રત્ન અમૃત ની વાત કરીએ) એટલે.તેમાંથી એક અમૃત કળશ (કુંભ) નીકળે છે, જે ઈંદ્રનો દિકરો જયંત લઈને આકાશમાં ઊડી જાય છે, બુદ્ધિના બળદીયા દૈત્યોને તો અમૃત કુંભ શું છે, તેની કોઈ જાણ જ નહોતી, તેના ગુરુ શુક્રાચાર્યે કહ્યુ, અમૃત કુંભ લઈને આવો.
મંથન બાદ, દેવ દાનવો વચ્ચે યુદ્ધ થાય છે, જે બાર દિવસ ચાલે છે, દેવતા બાર દિવસ એટલે બાર વર્ષ. આ ધમસાણમાં કુંભમાંથી અમૃત છલકાય ને ચાર સ્થળે પર પડે છે, નાસિક, ઉજ્જૈન, પ્રયાગ અને હરિદ્રાર. આ યુદ્ધના સમયમાં કુંભમાંથી અમૃત સરકીને કે છલકી કે હાલક ડોલકના કારણે બહાર નીકળી ન જાય તેનું રક્ષણ ચદ્ર કરે છે, જયારે ગ્રહરાજ સૂર્યે આ અમૃત ઘટ ફૂટી ન જાય તે માટે તેનું રક્ષણ કરે છે. દૈત્યો આ ઘટનું અપહરણ ન કરી જાય તેની રક્ષા માટે ગુરુ મહારાજ ઊભા હતા. શનિએ ઈન્દ્રના ભયના કારણે કુંભની રક્ષા કરી.
चन्द्रः प्रश्रवणाद्रक्षां, सूर्यो विस्फोटनाद्दधौ।
दैत्येभ्यश्च गुरु रक्षां, सौरिदेवेंद्रजाद भयात ।
सूर्येंदुगुरुसंयोगस्य, यद्राशो यत्र वत्सरे ।
सुधाकुम्भप्लवे भूमौ, कुम्भो भवति नान्यथा।।
આ ધમાસાણ યુદ્ધને શાંત કરવા સ્વયં ભગવાન વિષ્ણુ એ મોહિનીનું રૂપ ધારણ કર્યુ હતું, ( જેના પર સ્વયં શિવ મોહી પડયાને અયપ્પા નું અવતરણ થયું) આ યુદ્ધના ગાળામાં બાર વખત કુંભ સ્થળાંતર કરે છે, આથી બાર કુંભ કહેવાયા, ચાર જગ્યા એ અમૃત સ્રવ્યુ તે જગ્યાએ પર્વ ઉજવાવાં લાગ્યા. બાકી ના આઠ કુંભ દેવલોકમાં છે. આ યુદ્ધ પર્વ બહુ રોચક છે, તેમ પ્રતિકાત્મક પણ છે. આ આખો પ્રસંગ સત્ય છે. આ જયારે યુદ્ધ થયુ ત્યારે ચંદ્ર, સૂર્ય, ગુરુની રાશિ સ્થિતી શું હતી, તે સ્પષ્ટ પરંતુ શનિની રાશિ સ્થિતી સ્પષ્ટ ન હોતાં સમય ગાળો સિદ્ધ કરવો દુષ્કર બની જાય છે.
ચાર કુંભ ધરતી પર = જન્મ કુંડલીમાં ફકત ચાર તત્વો જ હોય છે. બાર વર્ષ એટલે સૂર્યનું રાશિ વાર ભ્રમણ. સાથે ચંદ્રનું ભ્રમણ એ 27 નક્ષત્રનું હોય છે, અમાવસ્ય ના દિવસે સૂર્ય ચંદ્ર સાથે હોય છે. આ બાર વર્ષ ના સમયગાળામાં બૃહસ્પતિ નું ત્રણ રાશિ ભ્રમણ સ્પષ્ટ છે, આ એક ખગોળીય બાબત છે, એક દમ સટીક છે, અને આ ખગોળીય આધાર પર ચાર અલગ અલગ સ્થળ પર કુંભ મહોત્સવ પર્વ નું આયોજન થાય છે. આ ખગોળીય સ્થિતી, જયારે સરસ્વતી નદી વિદ્યમાન હતી, અને વેદના લેખન ની અજુ બાજુ નો.સમયછે.(વેદ એ તો જીવ સૃષ્ટિ ના સમકાલીન છે પરંતુ લેખન બહુજ મોડું થયું તે પહેલાં ગુરુ શિષ્ય ની સમુતિ માં વેદ હતા એટલે કોઈ વાચક વેદ ના સમય અને લેખન માં.ગેરસમજ ન કરે તેવી કરબ્ધ વિનંતી) સરસ્વતી નદી લૂપ્ત થઈ ગઈ તેને 12 હજાર ઈસા પૂર્વે જેવો સમય ગાળો થયો છે. આઈઆઈટી અનુસાર સરસ્વતી નદીનો લૂપ્ત કાળ ઈસા પૂર્વે 14000 થી 15 હજાર વર્ષ. (વેદ લખાય તે સમય ) વેદ ગ્રંથસ્થ થયા તે પહેલા. આથી કુંભ મેળો પ્રયાગમાં સરસ્વતીનો સંગમ થતો હતો, ત્યારથી ઉજવાતો હોવો જોઈએ. હવે જોઈએ ઇતિહાસના પાને કુંભમેળો
આ મૂળ પૌરાણિક સંદર્ભ જે સનાતન હિંદૂ સંસ્કૃતિમાં યુગોથી વર્ણિત છે. આ સિવાય કુંભના ઐતિહાસિક પુરાવાઓ અને ઉલ્લેખ પણ મળે છે. ઇતિહાસના પાના ઉથલાવીએ તો કુંભમેળાનો સૌથી પહેલો ઐતિહાસિક પુરાવો મળે છે, મૌર્ય અને ગુપ્તકાળમાં. વાત છે લગભગ ઈસાપૂર્વ 4થી સદીથી લઇને 6ઠ્ઠી સદીની. આ સમયકાળ દરમિયાન મહાન ભારતીય સંસ્કૃતિના રાજવી સમ્રાટ અશોકનું રાજ હતું. આ કાળ દરમિયાન મળેલા શિલાલેખો અને ભારતના આર્કિયોલોજીકલ સર્વેના દસ્તાવેજો માંથી જાણવા મળે છે કે સમ્રાટ અશોકના રાજ દરમિયાન ભારતીય ઉપમહાદ્વીપના કેટલાંક મહત્વના સ્થળોએ ધાર્મિક યાત્રાળુઓ અવારનવાર યાત્રા માટે પ્રવાસ કરતા હતા. જેમ-જેમ ધાર્મિક જાગૃતતા અને સહિષ્ણુતા વધતી ગઈ તેમ-તેમ કુંભમેળાના આયોજનની ભવ્યતા પણ વધતી ગઈ. એટલું જ નહીં સંસ્કૃતિ અને ધર્મની ઉજવણી થઇ રહી હોવાને કારણે સમ્રાટ અશોકે પણ તેને ખૂબ મહત્વ આપ્યું અને આ ઉજવણીને વધુ ભવ્ય સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો
ત્યારબાદ કળા અને સંસ્કૃતિને અત્યંત મહત્વ આપનારા ગુપ્ત વંશના રાજવીઓના સાશનકાળના પુરાતત્વીય અવશેષો અને શિલાલેખો દ્વારા આપણને જાણવા મળે છે કે સાધુ-સંતો, ધાર્મિક વડાઓ અને સમાજના સામાન્ય શ્રદ્ધાળુઓ સહીત, આ કુંભમેળામાં અનેક શ્રદ્ધાળુઓ સામેલ થવા માટે દૂર દૂરથી પ્રવાસ કરતા હતા. જેને કારણે ગુપ્ત વંશના રાજવીઓએ આ સમય દરમિયાન "પવિત્ર સભા" "ધાર્મિક સભા" "સામાજિક ઉત્થાન" તરીકે અનેક મેળાનું અને રાજ દરબારનું આયોજન કરવા માંડ્યું. જ્યાં શાસ્ત્રવિદો દ્વારા શાસ્ત્રાર્થથી લઈને સમાજ ઘડતર જેવા અનેક મહત્વના વિષયો પર ચર્ચા થતી અને નિર્ણયો પણ લેવાતા થયા. ત્યારબાદ ધીરે-ધીરે આ સાશનકાળ દરમિયાન કુંભમેળો સામાજિક અને ધાર્મિક બંને કારણોથી એક અત્યંત મહત્વનું પ્રમુખકેન્દ્ર બની ગયું. તેનો ભવ્ય સાંસ્કૃતિક વારસો અને સાથે-સાથે રાજગૃહો દ્વારા સ્વીકારને કારણે કુંભમેળો વધુ સમૃદ્ધ અને ભવ્ય ઉજવણીનો સાક્ષી બનવા માંડ્યો.આપણા સાંસ્કૃતિક સમૃદ્ધિના આ ગૌરવપ્રદ વારસાની વાતો એટલી રસપ્રદ છે કે, એકસાથે બધું કહી દઈશું તો કદાચ લાંબાગાળે ભૂલાતું જશે. આથી ધીરે-ધીરે રોજ થોડી-થોડી વાતો કરી જીવનભર યાદ રાખવું અને તેનું યશગાન કરી
Comments
Post a Comment