ગુલાબ અને તેની માવજત ટિપ્સ
⭕ ગુલાબ અને તેની માવજત ટિપ્સ ⭕
■ સૌથી લોકપ્રિય અને ઘર ઘર આંગણે અવનવી વેરાયટી અને કલર સાથે ખીલતું પુષ્પ એટલે ગુલાબ....
◆ ઘણી વખત ઘરઆંગણે ગુલાબ નો છોડ વાવ્યો હોઈ પરંતુ તેની માવજત બરાબર ન થતા તેમાં ગુલાબ નથી આવતા અથવા તો છોડ ધીમે ધીમે સુકાઈ જાય.
◆ ગુલાબ ને જરૂરી પોષકતત્વો ન મળતા તેમાં ફેરફાર થાય છે . આ ઉણપ વધુ સમય રહે તો ગુલાબ છોડ સુકાઈ જઈ અને નાશ પામે છે...
◆ પોષકતત્વો નું મહત્વ, ઉણપ, અને ઉપાય સાથે અહીં કેટલીક માવજત ટિપ્સ સાથે ગુલાબ ની ચર્ચા કરીએ...
■ માટી:
● 1-2-2 રેતી-કોકોપીટ-કાળીમાટી.... માટી માં ભેજ જળવાઈ રહે એમ માટી ભરવી.
● શક્ય હોઈ તો ગુલાબ છોડ ની આજુબાજુ લીલું ઘાસ પાથરવું... તેનાથી ભેજ મળી રહે
● માટી છિદ્રળું રહે એમ ભરવી
■ PH:
●માટી ની PH 6.8... slightly એસિડિક રહે એનું ધ્યાન રાખવું
●ph વધુ હોઈ એટલે કે વધુ એસિડિક હોઈ તો તેમાં lime ચૂનો ઉમેરવો
● ph ઓછી હોઈ એટલે કે એસિડિક કરવી હોઈ તો એલ્યુમિનિયમ સલ્ફેટ ઉમેરવું
■ સૂર્યપ્રકાશ:
● તડકો 6-8 કલાક મળે એમ છોડ વાવવો.
■ રોગ:
● powdery mildew , black spot ,botrytis જેવા રોગ થઈ શકે...
● તેની કાળજી કઈ રીતે લેવી એ આ પેજ( plantperfectગુજરાતી ) માં આગળ ' ઘરઆંગણે પ્લાન્ટ રોગ ' ટોપિક પર વિગતવાર દર્શાવ્યું છે.
■ ખાતર:
● શિયાળા માં ખાતર ન આપવું.
● પાણી માં ઓગળે અથવા પ્રવાહી ખાતર જ આપવું
● epsom salt (1/2 કપ )નાખવાથી વૃદ્ધિ સારી થશે.
● ગોબર ને સુકવી પછી માટી માં ભેળવી શકાય.
● કેળાં ની છાલ આખી રાત પાણી માં પલાળી એ પાણી આપવાથી સરસ વૃદ્ધિ થાય.
■ પોષકતત્વો, ઉણપ, ઉપાય :
ગુલાબ માટે મુખ્યત્વે N-P-K ( 10-20-10 )જરૂરી છે.
Nitrogen, phosphorous, potassium
તેની ઉણપ છોડ પર ભારી પડી શકે છે. ઉણપ થી દેખાતા ચિહ્નો જોઈ ને તેની યોગ્ય માવજત કરવી જરૂરી છે.
◆ Nitrogen નાઇટ્રોજન :
● ડાળી, પર્ણ નો વૃદ્ધિ વિકાસ કરે
● ઓછું નાઇટ્રોજન થી પર્ણ પીળા, આછા લીલા, કાળા ટપકા વાળા બને
- પુખ્ત પર્ણ પર અસર પ્રથમ થાય.. પછી કુમળા પર્ણ પર.
- પર્ણ અંદર ની તરફ સંકોચાય, વણાંક લે.
- પુષ્પ ઓછી માત્રા માં ઉગે
● નાઇટ્રોજન ફર્ટિલાઈઝર 1-2 ટેબલ સ્પૂન ઉમેરવું અથવા અમમોનિયમ સલ્ફેટ ઉમેરવું
- કોફી ના બીજ પાણી માં ઓગળી આપી શકાય
- માછલી ઘર નું પાણી આપી શકાય
- ચા બન્યા પછી ની ભૂકી આપી શકાય.
◆ phosphorous ફોસ્ફરસ:
●નવા મૂળ ની વૃદ્ધિ અને વિકાસ કરે
- તેના દ્વારા મૂળ સારી રીતે માટી માંથીપોષકતત્વો શોષી શકે
● તેની ઓછી માત્રા થી પર્ણ કિનારી આછા ગુલાબી, કે લાલ, કે વાયોલેટ જેવા બને
- પર્ણ કિનારી નાશ પામે
- બધા જ પર્ણ પુખ્ત ને કોમલા પર અસર કરે
- પર્ણ ખરે, પર્ણદંડ નબળો પડે
- કળી ન ખુલે, પુષ્પ પર્ણ ઓછા બને
● કેલા ની છાલ ઉમેરી શકાય
- શાકભાજી ઉકાળેલું પાણી આપી શકાય
- ઈંડા ના ફોતરાં આપી શકાય
◆ potassium પોટેશિયમ:
● રોગપ્રતિકારક શક્તિ વધારે
- રોગ સામે રક્ષણ આપે
- ફૂલ ખીલવા મદદ કરે
● પર્ણ કિનારી પીળી, પછી ભૂખરી થઈ બળી જય
- પુષ્પ વિનાની ડાલખીઓ ફૂટે
● પાલતુ કૂતરા, બિલાડી ના ખોરાક હોઈ એ આપી શકાય
- kelp meal એટલે કે સમુદ્ર ના ઘાસ માંથી બનવેલું ખાતર આપી શકાય
- કેલા ની છાલ પાણી માં પલાળી આપી શકાય
◆ calcium કેલ્શિયમ:
- ઓછી માત્રા થી પુષ્પ સુકાય, પુષ્પદલ નાનું બને, પુષ્પ ઓછા બને
- પર્ણ લીલા પણ અસ્વસ્થ, વિકૃત પર્ણ બને, કુમળા પર્ણ પર પ્રથમ અસર થાય
- ડાલી નબળી બને, જુના પર્ણ ઘાટા લીલા ને વણાંક વાળા બને
-
● ઉણપ દૂર કરવા કેલ્શિયમ નાએટ્રેટ 1/2 ટેબલ સ્પૂન આપવી
- ચૂનો આપી શકાય,
- gypsum એટલેકે ચિરોળી આપી શકાય
◆ megnesium મેગ્નેશિયમ:
● ઓછી માત્રા થી પર્ણ વચ્ચે આછો લીલો અને ફરતે પીળું બને
- પર્ણ પાતળા અને બટકણાં બને
- પુષ્પ કદ નાનું બને
● ઉપાય - epsom salt અપાય
- dolomite limestone આપી શકાય
- બાક્સ ની સળી માટી માં ખોસવાથી કાળો ભાગ માંથી મેગ્નેશિયમ મળી રહે.
◆ sulfur સલ્ફર:
● ઓછી માત્રા થી પર્ણ રાખોડી બને, કાળા ધબ્બા સાથે
- કયારેક પર્ણ લાલશ બને
- ડાળખી કઠણ બને
ઉપાય- primasulf 3-4ml/ltr
◆ boron બૉરોન:
● નવા પર્ણ અધૂરા ઉગે, કુકડાયેલા બને, સંકોચાયેલા બને
- નવા મૂળ ન બને, નવા ફૂલ પણ ન બને
- પર્ણ નીચે ની તરફ વણાંક લે
ઉપાય- borox એક ચમચી આપી શકાય
◆ zinc ઝીંક:
- કુમળા પર્ણ પર પ્રથમ અસર થાય, પર્ણ આકાર ગુમાવે
- પુષ્પ ઓછા ખીલે, ઓછા બને, અસ્વસ્થ બને
- પર્ણ નાના બને,
ઉપાય- zinc chelate એક ચમચી આપી શકાય
◆ mengeniz મેંગેનીઝ:
- કુમળા પર્ણ પર પીળાશ પડતી નશ દેખાય
- આખું પર્ણ લીલું રહે
ઉપાય- મોબોમીન 1 ગ્રામ એક લીટર પાણી સાથે અપાય
◆ copper કોપર:
- કઈ કરણ વગર ડાલી ને પર્ણ નમી પડે
- પર્ણ ધીમે ધીમે સુકાવા મનડે
- પર્ણ અધખુલ્લુ ઉગે
ઉપાય- કોપર સલ્ફેટ 1/4 ટી સ્પૂન આપવી
◆ iron આયર્ન:
- આછા પીળા કલર ના પર્ણ
- કુમળા પર્ણ થી શરૂઆત થાય
- પુષ્પ કલર અસ્વસ્થ બને
- પુષ્પ નીચું ઢળેલું જ રહે
ઉપાય - iron chelate 1/4 ટી સ્પૂન આપવું
- લોખન્ડ ની ખીલી પાણી માં ઓગળી એ પાણી એસપી શકાય.
■ કાળજી :
● જ્યારે પ્લાન્ટ વાવો તયારે ખાતર ન આપો... એકાદ નવી ડાલી ફૂટે પછી જ ખાતર આપો
● પ્લાન્ટ નો જે ભાગ.. એટલે કે ડાળખી... ખુલ્લી હોઈ ત્યાં માટી લગાડી દેવી... માટી થી ઢાંકી દેવો.. તરત નીચે થી નવી કૂંપન ફૂટશે.
● જુના પર્ણ, સુકાયેલી ડાલી, સુકાયેલું ફૂલ તરત જ કાપી ને દૂર કરવુ.
● શક્ય હોઈ તો દર બે વર્ષે રી પોટીંગ કરવું.
● જો ગુલાબ ફૂલ બરાબર ખીલતા ન હોઈ તો ફંગલ ઇન્ફેકશન હોઈ શકે, તેની સારવાર જલ્દી કરવી જરૂરી છે.
● કલમ વાવો , અથવા કોઈ ડાળખી વાવો તે પહેલા તેને મધ, અથવા એલોવેરા જેલ લગાવી પછી રોપો...એ rooting એજેન્ટ નું કામ કરશે.
● ફૂલ ઓછા આવતા હોઈ તો ફટકડી ને પાણી માં ઓગળી એ પાણી અઠવાડિયે એકવાર આપવું. ( ઘરગથ્થુ ઉપાય )
તો, ચાલો.. આપ આપના ઘર ના ગુલાબ ના છોડ પર એકવાર નજર કરી લો... ચકાશી જુઓ કે છોડ ને કોઈ ઉણપ કે રોગ તો નથી લાગ્યો ને !!
જો કોઈ ખાસ ચિહ્નન જણાય તો તેની સારવાર યોગ ઉપાય સાથે કરી આપનું આંગણું ફરીથી ગુલાબ સાથે ખીલતું કરવાની કોશિશ માં લાગી જાવ....
Comments
Post a Comment